-નથી રે પીધા અણજાણી
- નથી રે પીધાં અણજાણી 24th May, 2020 તમે તો શંકર એક જ વાર પીધું ઝેર, મને તો સંસાર રોજ પીવડાવે છે ઝેર. અહીં માણસો વચ્ચે નથી પુરાં થતાં વેર, વેર માં જ એક દિવસ છુટશે મારા દેહ. જીવતા જીવ નથી ખુલતા માણસના ભેદ, તેનો તો મને જીંદગી માં રહ્યો છે મોટો ખેદ. નફરતની આ દુનિયામાં માણસો છે કેદ, અને હું આમ-તેમ ભટકું લઇને મારો પ્રેમ. નાથ આવજો અહીં એક વાર બદલી ને વેશ, આવી ને ચાખજો મારી સહનશક્તિ નું ઝેર. -દિશિતા ભટ્ટ