ચોમાસાના દિવસો
ચોમાસાના દિવસો
25th June,2016
પ્રકૃતિની લાલચ આપતાં,
ચોમાસાના દિવસો.
વધું પડતી વ્હાલી લાગતી,
સવાર-સાંજની ક્ષણો.
વાદળા ની વચ્ચે ગુંચવાતા,
સુર્યના અનેરા કિરણો.
સાદ દઈ ને બોલાવતો,
મને કોયલનો ટહુકો.
વાદળા ની ચાદર નીચે,
ગિરનારના ડુંગરાઓ.
દૂર-દૂર ક્ષિતિજ માં,
ખોવાતી મારી નજરો.
દેખાડે મને પ્રકૃતિ નાં
અદ્ભુત-સુંદર સપનાઓ.
જીંદગીથી પણ વધારે,
મને 'વ્હાલી' લાગે આ પળો.
- દિશિતા ભટ્ટ
પ્રકૃતિ ની સુંદરતા ખરેખર અદ્ભુત છે...જે તેને માણી શકે એ જ તેને પામી શકે.
ReplyDelete