સપનાં નું અસ્તિત્વ
સપનાં નું અસ્તિત્વ
1st July, 2018
ત્યાં તો મારા અસ્તિત્વના કોઈ અહેસાસ નથી ને,
અહીં તો હું એના નામના પડઘા સાંભળું.
ત્યાં તો ખુદ ની જીંદગી માં ખુદ જીવવા વાળા ને,
અહીં તો હું એને ખુદા માની ને જીવું.
ત્યાં તો કોઈ સંબંધ ના સરનામાં નથી ને,
અહીં તો હું એને શ્વાસનો સંબંધ માનું.
ત્યાં તો દરરોજ ભરી હોય ખુશી ની મહેફીલ ને,
અહીં તો હું મારા આંસુ થી દુઃખના ફૂલ વાવુ.
ત્યાં તો પૂરી થાય છે એક એની મહાન ઈચ્છા ને,
અહીં તો હું મારા સપનાઓ ની કબર ખોદુ.
ત્યાં તો મારું કોઈ સરનામું નહીં મળે ને,
અહીં તો હું એને મારું સરનામું બનાવું.
- દિશિતા ભટ્ટ
Nice poem..keep it up..👍
ReplyDelete