એક આશ
એક આશ
14th December, 2017
ન ઠંડી, ન વરસાદ,ન તાપનો ડર
એ પર્વત, હું તો તારો ચાહક
એક ઈચ્છા, અધુરી ઈચ્છા, એ તો અશક્ય
એ ઈચ્છા અપનાવવાની તારો એક ભાગ
સાચવીને રાખું તારો એક પથ્થર
તેને બેસાડવાની દિલ માં એક આશ
લડી શકીશ આ જીંદગીનો જંગ
એ પર્વત, જો તું આપીશ તારો સંગ
બીજા કરતાં વધારે તને ચાહીશ
કારણ દિલ માં તારો પથ્થર રાખીશ...
- દિશિતા ભટ્ટ
જીવનનો જંગ જીતવા માટે કોઈ મજબુત અવલંબન જરુરી છે એવો માનસશાસ્ત્રીય અભિગમ દર્શાવવા માટે પ્રશંસાના અધિકારી છો.
ReplyDelete-અભિનંદન.
I can says that this is the strongest poem written by you...👌👍
ReplyDelete