શ્રધ્ધા
શ્રધ્ધા
અરે ઓ! પારેવડા,
થોભી જા જરા મારાં વીરા,
મારે તો પ્રશ્રો પુછવા,
તું થાકતો નથી ઉડતા?
અરે ઓ મારી બહેના,
અમે કર્મ કરતાં નથી થાકતા,
અમે ઉડતા નથી થાકતા.
તો તે શું કર્યું કર્મ?
અને મળ્યું તને ફળ ?
નથી રાખતા આશા ફળની
ફક્ત, કર્મ કરીએ છીએ પ્રેમથી
ફળ તો આપે છે કુદરત,
રોજ-રોજ મળે છે ચણ.
લઈ લ્યો તમે ચણ કાલનું પારેવા,
નહીં મારી બહેના
પરંતુ કેમ મારા વીરા?
અમે માણસો નથી બહેના...
....જરા કરો વિચાર...
આજનું ચણ લઈ આવો આજે
કાલ નું ચણ લઈ આવજો કાલ,
વર્ષો સુધીનું ચણ ભેગું કર્યું માણસોએ
તેથી તેઓ નથી ચણી શકતા
ફક્ત આજનું ચણ....
- દિશિતા ભટ્ટ
Comments
Post a Comment