વેદના એ વૃક્ષ ની
વેદના એ વૃક્ષ ની
થાય છે વેદના એ વૃક્ષ ની મને,
જે દુનિયા નો આધાર છે.
થાય છે વેદના એ સાથી ની મને,
જેનો સાથ ઉપયોગી છે આ જીવનને.
થાય છે વેદના એ વેદ ની મને,
જેને આપ્યા છે ઔષધ અનેક.
થાય છે વેદના એ જીવનદાતા ની મને,
જેને આપ્યું છે જીવનદાન અમોને.
થાય છે વેદના એ નિવાસ ની મને,
જેમાં વાસ કરે છે જીવો અનેક.
થાય છે વેદના એ જીવ ની મને,
જે નિત્ય વેઠે છે કષ્ટો અનેક.
થાય છે વેદના એ દોસ્ત ની મને,
જેને કાપે છે દુશ્મનો અનેક.
- દિશિતા ભટ્ટ
Comments
Post a Comment