આંખનાં પલકારે...
આંખનાં પલકારે...
15th September, 2019
આ કોની રાહમાં બહાર દિપક પ્રગટે છે?
અંદર લઈ લે, બહાર જોરથી પવન ફૂંકાય છે.
આ બંધ આંખમાં કેટલું પાણી ભર્યું છે?
આંખ ખોલીને જો, બહાર વરસાદ અનરાધાર છે.
આ આંખની અંદર કેટલી ઈચ્છાઓ ભીની છે?
તેને સુકવી દે, બહાર તડકો નીકળ્યો છે.
આ આંખની સમક્ષ કોનું અદ્ભુત દ્રશ્ય દેખાય છે?
આંખ બંધ કરી દે, બહાર દ્રશ્ય ભૂંસાઇ છે.
આ આંખોથી પૃથ્વી કેટલી વિશાળ દેખાય છે?
સાધના કરી લે, બહારની દુનિયા એ જ તો છે.
- દિશિતા ભટ્ટ
Wow.
ReplyDeleteWonderful poem it releted with emotion and feelings. મરીઝ સાહેબ લખે છે ,
ReplyDelete"બધો આધાર એની જતી વેળા ના જોવા પર છે ,મિલન માંથી નથી મળતા મહોબત ના પુરાવાઓ."