અહીં મારું શું કામ?
અહીં મારું શું કામ?
20th February, 2017
હું તો ઊંડા, ગહેરા જળ ની માછલી,
આ છીછરી દુનિયામાં મારું શું કામ?
હું તો આવી છું લાગણીઓની દુનિયા માંથી,
આ સ્વાર્થી કિડાઓની વચ્ચે મારું શું કામ?
હું તો દિવ્યચક્ષું ધરાવતું અસ્તિત્વ,
આ ચર્મચક્ષું ધરાવનાર સાથે મારું શું કામ?
હું તો વિશ્વાસનાં શસ્ત્રો રાખતી યોધ્ધા,
આ કપટી શસ્ત્રોનાં યોધ્ધાઓ સાથે મારું શું કામ?
હું તો સમદ્રષ્ટી ધરાવતી આત્મા,
આ ઊંચ-નીચ ના ભેદો સાથે મારું શું કામ ?
હું તો આવી છું પ્રેમની દુનિયા માંથી,
આ નફરતની દુનિયામાં મારું શું કામ?
- દિશિતા ભટ્ટ
Wah !!! 👌👌
ReplyDeleteSurprise by your creativity .Wonderful
ReplyDeleteWah.. what a poem !!👌
ReplyDeleteસુંદર પ્રસ્તુતિ.... 👌🏻
ReplyDelete