શાહીનો અભાવ
શાહીનો અભાવ કશું જ વિચારવું નથી શબ્દો કે તેના અર્થો વિશે, કલમ કહે તો હું કરું વાત એક કોરા કાગળ વિશે. ગણતરી કરીને હિસાબ લખવો હતો જીંદગી વિશે, અંતે મને સમજાયું નહીં માણસની બાદબાકી વિશે. સતત આવતા હતા મનમાં ઉલ્લેખો હકિકત વિશે, અને વાત કરવી હતી મારે તો થોડા સ્વપ્નો વિશે. વાંચે કોણ જીંદગીના અમુક અટપટા વાક્યો વિશે, મારે તો કહેવું હતું ધીરજની આ સીધી રેખા વિશે. અનુભવ લખવો હતો ફક્ત ચાર જ અક્ષરો વિશે, પણ શાહી પુરી થઈ ગઈ લખવામાં જીંદગી વિશે. -દિશિતા ભટ્ટ