આંસુ
આંસુ
વેદના નો નીચવાયેલો રસ છે આંસુ,
ભાવનાનો ભજવાયેલો ભાવ છે આંસુ.
જન્મથી જ સાથ આપે છે આંસુ,
મૃત્યુ સુધી સાથે રહે છે આંસુ.
જેના પડવાથી હ્દય શાંત થાય છે તે છે આંસુ,
જેના પડવાથી દુઃખ હળવું થાય છે તે છે આંસુ.
ફક્ત એક માં જ સ્ત્રીનો અધિકાર હોય છે તે આંસુ,
લગભગ સ્ત્રીનો જ નજીકનો મિત્ર હોય છે તે આંસુ.
સુખ-દુઃખના પ્રસંગ નો સાક્ષી છે આંસુ,
બઘા જ માનવી નો સાથી છે આંસુ.
-દિશિતા ભટ્ટ
Comments
Post a Comment