Posts

Showing posts from April, 2023

रहगुज़र जिंदगी का

  इतने ख़फ़ा क्यूँ हो जिंदगी से ये कौन सी दोबारा आने वाली है। अजनबी क्यूँ बनते हो जिंदगी से वाकेफ रहो, साथ जाने वाली है। अगर समझना है इस जिंदगी को तो ये हक़ीक़त समझाने वाली है। खामोशी से क्यूँ देख रहे हों जिंदगी को वक़्त की शिकायतें शोर करने वाली है। मुश्किल तो होगा रहगुज़र जिंदगी का आसान कहां ख्वाहिशें होने वाली है।                             - दिशिता भट्ट 

અભિપ્સા

માપી લીધી છે આ આભની વિશાળતા, કલ્પનાની છબી હું ચીતરું એવું કોઈ ફલક નથી.                           સ્પર્શી લીધી છે તમારી લાગણીની કોમળતા,  મારા હ્રદયનો ઉભરો ઝીલે એવું કોઈ પાત્ર નથી.  જોઈ લીધી છે સૂર્યના કિરણોની તેજસ્વીતા,  મારા એક જ તિમિરને દૂર કરે એવું કોઈ તેજ નથી.  હાંસલ કરી છે સતત ધગતા રહેવાની કલા,  મારા હૌસલાને જલાવી શકે એવી કોઈ આગ નથી.  સંભાળી લીધી છે વિધિની બધી પરિસ્થિતિ, મારા સ્વપ્ન ને રોકી શકે એવી કોઈ સ્થિતિ નથી.                                 - દિશિતા ભટ્ટ