આવ્યો મેળો

આવ્યો મેળો...

સુખ-દુઃખનો મેળો જામ્યો,
લોક-પરલોકથી આવ્યા લોકો.
ભિન્ન-ભિન્ન કષ્ટો વાળો, 
                             આવ્યો મેળો...

મર્યાદા વગરની જમીનમાં થયો મેળો,
સજીવ-નિર્જીવથી ભરાયો મેળો.
ભિન્ન-ભિન્ન આનંદ વાળો,
                              આવ્યો મેળો...

આશ્ચર્યના ભાવથી હું પ્રવેશ્યો,
વ્હાલી જીંદગી ને હું મળ્યો.
ભિન્ન-ભિન્ન ઈચ્છાઓ વાળો,
                              આવ્યો મેળો...

જીંદગી એ મને આવકાર આપ્યો,
જેણે મને કુટુંબ સાથે મળાવ્યો.
ભિન્ન-ભિન્ન લાગણીઓ વાળો, 
                              આવ્યો મેળો...

રમકડા રુપે ખરીદ્યો પૈસો,
ખૂબ ખાધા અનુભવો.
ભિન્ન-ભિન્ન અનુભવ વાળો, 
                              આવ્યો મેળો...

જન્મના પ્રવેશદ્વાર વાળો,
મૃત્યુના નિકાસદ્વાર વાળો.
ભિન્ન-ભિન્ન પાપ-પુણ્ય વાળો,
                              આવ્યો મેળો....

                વ્હાલી કહે બધાને...

જીવતર નો આ મેળો ચાલ્યા જ રહેવાનો
કદીયે નથી અટક્યો અને અટકશે પણ નહીં.
મેળો છોડતા પહેલાં માંહ્યલાને પૂછજો...
મેળા માં શું આપ્યું અને શું પામ્યો? 
                જ્યારે તું જીવ્યો જીવતર નો મેળો...
    
                                               - દિશિતા ભટ્ટ 

Comments

  1. "જીવતરના મેળા" ની સુંદર અને આબેહુબ રજુઆત.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

First time in the life..

रहगुज़र जिंदगी का

Gift of God