જિંદગીનો સ્વીકાર
સમયના જુલમથી હારી છું, તેનો મને રંજ નથી, પસ્તાવો જે થાય છે તેનો મૌન સ્વીકાર કરું છું. ભીતરેથી સુમસામ થઈ છું, તેનો કોઈ ઈલાજ નથી, બહારના અવાજોને શાંત પડઘો થઈ સાંભળું છું. હું સંકોચાઉં છું, શોષાઉં છું, તેનો કોઈ પ્રશ્ન નથી, જિંદગીની આ ખંડિત અવસ્થાને હર્ષથી નિભાવુ છું. ભર વસંતે ખીલી ન શકી, તેની કોઈ ફરિયાદ નથી, પાનખર જ્યારે આવે છે, ત્યારે તૂટી ને વીખરાવ છું. આંખ ને આડે ઘણા આવરણ છે, તેને ખસેડવા નથી, મૂળ દ્રશ્ય ને જોવા માટે થોડી હિંમત ભેગી કરું છું. -દિશિતા ભટ્ટ