શાહીનો અભાવ

શાહીનો અભાવ 

કશું જ વિચારવું નથી શબ્દો કે તેના અર્થો વિશે,
કલમ કહે તો હું કરું વાત એક કોરા કાગળ વિશે.

ગણતરી કરીને હિસાબ લખવો હતો જીંદગી વિશે, 
અંતે મને સમજાયું નહીં માણસની બાદબાકી વિશે.

સતત આવતા હતા મનમાં ઉલ્લેખો હકિકત વિશે, 
અને વાત કરવી હતી મારે તો થોડા સ્વપ્નો વિશે.

વાંચે કોણ જીંદગીના અમુક અટપટા વાક્યો વિશે, 
મારે તો કહેવું હતું ધીરજની આ સીધી રેખા વિશે. 

અનુભવ લખવો હતો ફક્ત ચાર જ અક્ષરો વિશે, 
પણ શાહી પુરી થઈ ગઈ લખવામાં જીંદગી વિશે. 

                                         -દિશિતા ભટ્ટ 

Comments

  1. No any words can describe the greatness of your poem👌

    ReplyDelete
  2. Wow..really heart touching lines..great 👍🏻

    ReplyDelete
  3. વાહ.વાહ.
    અનુભવ લખ્યો શાહી ના અભાવ વિશે
    ને કલમ નો સહારો મળ્યો શબ્દો ના પ્રભાવ વિશે

    ReplyDelete
  4. 👏🏻👏🏻👏🏻👏🏻

    ReplyDelete
  5. Shabdo ni khub vyavasthit, jordar gothavni...!

    ReplyDelete
  6. 👏🏻👏🏻👏🏻👏🏻

    ReplyDelete
  7. Very Nice poem didi, truth of life..

    ReplyDelete
  8. Good. Effective words have been used.👍

    ReplyDelete
  9. Very good poetess. Effective words have been used in the poem. 👍👍

    ReplyDelete
  10. ખૂબ સરસ..
    વિષય, ભાવ અને ભાષાની બાંધણી બનવા માંડી છે.
    સારી ગતિ, પ્રગતિ...
    શુભેચ્છા સાથે અભિનંદન..

    ReplyDelete
  11. જીવતરના આટાપાટા આલેખવામાં શાહી તો ઘટે જ ને ! તેનું આયુષ્ય પણ મર્યાદિત છે. ક્યારેક એકાંતની પળોમાં મમળાવીએ તો કેમ ?
    ખુબ સરસ રચના - અભિનંદન

    ReplyDelete
  12. વાહ!!
    અંતિમ પંક્તિમાં જે "અનુભવ ચાર અક્ષરનો" તે ખરેખર યથાયોગ્ય અને સુંદર પ્રયોજન થયેલ છે....

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

First time in the life..

रहगुज़र जिंदगी का

Gift of God