જીંદગીની વિટંબણા

જીંદગીની વિટંબણા 

કલમથી જીંદગી વિશે સાચું લખાય પણ નહીં,
અને મારાથી કોઈને ખોટું કહેવાય પણ નહીં.

વરસાદને આભથી અળગો રખાય પણ નહીં,
અને આ આંખોમાં દરિયો ભરાય પણ નહીં.

સુખ-દુઃખમાં મારાથી સ્થિર રહેવાય પણ નહીં,
અને આ જીંદગીના પ્રસંગોમાં નચાય પણ નહીં.

અમુક પરીસ્થિતી વિશે કોઈને કહેવાય પણ નહીં,
અને સ્મિત આપીને મારાથી પાછું રડાય પણ નહીં.

પ્રેમમાં ક્યારેય પાછું વળીને જોવાય પણ નહીં,
અને નફરતમાં આંતરથી કોઈને મરાય પણ નહીં.

અહીંયા શ્વાસ વગર જીંદગી જીવાય પણ નહીં,
અને તેનો બોજ મારા થી સહેવાય પણ નહીં.

                                         - દિશિતા ભટ્ટ 

Comments

  1. Sister
    Poem is really nice depicting dilemma of everybody's life.
    I

    ReplyDelete
  2. Wow..Great Poem sister,Reality of Life..💯

    ReplyDelete
  3. So true.. Facts of everyone's life..

    ReplyDelete
  4. માનવજીવન વિટંબણાઓથી ભરપુર - તેમાંથી બચીને બહાર આવે તે બહાદુર - સુંદર સંકલ્પના - અભિનંદન

    ReplyDelete
  5. ખૂબ સુંદર રચના છે 👌👏

    ReplyDelete
  6. ખુબ સુંદર રચના 👌👏

    ReplyDelete
  7. Wonderful Poem based on reality & our inner world as well as our inner conflict ..

    ReplyDelete
  8. પોતાના જીવનના પુસ્તકમાં માણસે ક્યારે 'અલ્પવિરામ' અને ક્યારે 'પૂર્ણવિરામ' મૂકવું તે જો સમજાય જાય તો જીવનની વિટંબણા સમાપ્ત થઈ જાય.
    ખુબ સરસ પ્રયત્ન.

    ReplyDelete
  9. જીંદગી એક એવી હકીકત છે કે કોઇપણ માણસ ગમે તેટલો સુખી હોય તો પણ તે અમુક વિટંબણાઓ થી ઘેરાયેલો હોય જ છે. હ્દય સ્પર્શી કવિતા.

    ReplyDelete
  10. Wonderful poem..
    Heart touching
    Based on real life ..
    Keep it up..👍👍

    ReplyDelete
  11. Good. Your poem is based on realistic. Appreciate👍

    ReplyDelete
  12. This comment has been removed by the author.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

First time in the life..

रहगुज़र जिंदगी का

Gift of God