અભિપ્સા

માપી લીધી છે આ આભની વિશાળતા,

કલ્પનાની છબી હું ચીતરું એવું કોઈ ફલક નથી.            

             

સ્પર્શી લીધી છે તમારી લાગણીની કોમળતા, 

મારા હ્રદયનો ઉભરો ઝીલે એવું કોઈ પાત્ર નથી. 


જોઈ લીધી છે સૂર્યના કિરણોની તેજસ્વીતા, 

મારા એક જ તિમિરને દૂર કરે એવું કોઈ તેજ નથી. 


હાંસલ કરી છે સતત ધગતા રહેવાની કલા, 

મારા હૌસલાને જલાવી શકે એવી કોઈ આગ નથી. 


સંભાળી લીધી છે વિધિની બધી પરિસ્થિતિ,

મારા સ્વપ્ન ને રોકી શકે એવી કોઈ સ્થિતિ નથી. 


                               - દિશિતા ભટ્ટ 







Comments

  1. Superb poem .
    With complete depth

    lucid ,deeply meaningful and
    Motivational too

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. Wonderful poem ma'am.
    Aptly portrays the depth of feelings.....😁🤗

    ReplyDelete
  4. Damn Good! Inspiring... I love the way you hit the perfect tone and expression every time ❤️

    ReplyDelete
  5. માનવીની અમાપ ઈચ્છાઓ સામે કુદરત- પ્રકૃતિની વામનતા દર્શાવતી યથાર્થ કવિતા. મનનીય અને હૃદયસ્પર્શી કૃતિ. ધન્યવાદ અને શુભેચ્છા

    ReplyDelete
  6. સંભાળી લીધી છે વિધિની બધી પરિસ્થિતિ,

    મારા સ્વપ્ન ને રોકી શકે એવી કોઈ સ્થિતિ નથી.

    અદભુત કવીયિત્રી...! 😍

    ReplyDelete
  7. આભ સમી પરિપૂર્ણતા 🕸️

    ReplyDelete
    Replies
    1. Wow!
      Amazing you explain the charm of poem in very depth manner.

      Delete

Post a Comment

Popular posts from this blog

First time in the life..

रहगुज़र जिंदगी का

Gift of God