ક્યારેક તો પૂછ તું!!
જીવનના આ સંગ્રામમાં સાથ વિશે ના પૂછ તું,
પરંતુ સમયાંતરે છૂટેલા હાથ વિશે તો પૂછ તું!
ક્યારેક સામે મળતા મારા હાલ વિશે ના પૂછ તું,
પરંતુ પાછળથી લાગેલા ઘાવ વિશે તો પૂછ તું!
સાવ સીધા-સરળ દેખાતાં રસ્તા વિશે ના પૂછ તું
પરંતુ વળાંકો વાળા અકસ્માતો વિશે તો પૂછ તું!
જિંદગી જીવવી હોય તો રાહત વિશે ના પૂછ તું,
પરંતુ આહત ના દરેક પહેલુ વિશે તો પૂછ તું!
મીટ માંડીને આંખની સુંદરતા વિશે ના પૂછ તું,
પરંતુ આંસુની થોડીક કરુણતા વિશે તો પૂછ તું!
ઠીક છે, ચાલ આવી જિંદગી વિશે ના પૂછ તું,
પરંતુ ક્યારેક તો ખુદના હાલ વિશે તો પૂછ તું!
- દિશિતા ભટ્ટ
વાહ.ખૂબ જ સરસ.
ReplyDeleteજીંદગીની ધૂપ છાવ વિષે ના પૂછ તુ
તેના કારણ જાણી સહભાગી તો બન તુ
Fabulous creation....
ReplyDeleteસુંદર 👌🏻
ReplyDeleteએક અનોખો વળાંક આપવાની કોશિશ જો કરું તો...
જીવન વિષે એટલા નિતનવા સવાલો ના પૂછ તું...
પરંતું કહું કે 'જીવું છું લાજવાબ' તો વાત ના પૂછ તું
Heart touching as always❤️❤️
ReplyDeleteKeep it up
All the best for next one
👍👍👍
Nice one
ReplyDelete👌🏻
ReplyDelete