શબ્દ શણગાર
શબ્દ શણગાર
11th October,2018
અસહ્ય, અનંત, અગણિત અનુભવો
આ જીંદગીએ જીવતા જીવ જોયા.
કાયાથી કરેલું કહેવાયેલું ક્યારનું કંપે,
થરથરતા થાક ને થોડો થાકોડો થાય.
સવાલ છે સાદગી, સાથ ને સહનશક્તિનો,
ને ગુલાબ ગાય છે ગીત ગુલામીના.
દિલ ના દાનમાં દુઃખ દીધું દરિયા જેવડું,
બે બાગને બહું બગાડે બનાવો બહારનાં.
ભલે આ ભવની ભરેલી ભુલ ભાંગે,
પણ પ્રેમના પાપમાં પગ પાછા કેમ પુજાય?
-દિશિતા ભટ્ટ
વાહ. શબ્દ નો શણગાર it's wonderful poem done by you. કવિતા એ કવિ નો આત્મા છે એમ અહીંયા પણ શબ્દોનો વૈભવ આપનો આત્મા છે એવું અભિભૂત થાય છે.
ReplyDeleteSuperb Dishu
ReplyDeleteતમારો આ શબ્દ-વૈભવ અતિપ્રશંસનીય છે. ખુબ-ખુબ શુભેચ્છા...👌
ReplyDeleteWow..અમુક જ લોકો આમ શબ્દો ની રમત રમી શકે.. n u have that skill.. 🙏
ReplyDelete