દિકરી
દિકરી
સમાજને લાગે છે સાપનો ભારો દિકરી,
પરંતુ હોય છે તુલસી નો ક્યારો દિકરી.
પૈસા ના કારણે અપાય છે ભોગ દિકરીનો,
પરંતુ હોય છે ઘરની લક્ષ્મી દિકરી.
જન્મતાં ની સાથે જ મૃત્યુ પામે છે દિકરી,
પરંતુ દિકરા ને જન્મ આપે છે દિકરી.
કઠોર પરિશ્રમ કરે છે દિકરી,
પરંતુ નથી ફળ પામતી દિકરી.
સમાજની ક્રુરતા નો ભોગ બને છે દિકરી,
પરંતુ તે જ સમાજ ને આગળ લાવે છે દિકરી.
જે ઘરમાં જન્મે છે દિકરી,
તે જ ઘરને છોડે છે દિકરી.
આટલું-આટલું સહન કરે છે દિકરી,
તેથી જ તો શક્તિ કહેવાય છે દિકરી.
- દિશિતા ભટ્ટ
Heart touching lines❣
ReplyDelete"વ્હાલનો દરિયો" તો ખરો જ ઉપરાંત માં-બાપનો નિ:સ્વાથૅ પ્રેમનો વિસામો એટલે દિકરી.
ReplyDeleteજેનુ મલકાતું મુખ જોઈને પરિવાર નો દિવસ ઉગે એટલે દિકરી.
ReplyDelete