મારા પ્રશ્રો
મારા પ્રશ્રો
28th August, 2019
એક સ્વપ્ન પુરુ કરવા માટે,
મારે કેટલી રાત જાગવું પડશે ?
એક શરીરને પોષણ આપવા માટે,
મારે કેટલા કષ્ટ ભોગવવાં પડશે ?
એક હ્દય નો ધબકાર ચલાવવા માટે,
મારે હ્દયના કેટલા ઘાવ સહેવા પડશે ?
એક છેલ્લો શ્વાસ છોડવા માટે,
મારે કેટલા શ્વાસ લેવા પડશે ?
એક મરણનો દિવસ પામવા માટે,
મારે કેટલા દિવસો જીવવા પડશે ?
- દિશિતા ભટ્ટ
Wonderful poem.. keep writing..👍
ReplyDeleteWhat a fact based poem otherwise poet always wrote Nature, love but you also mentioned fact of life .great things but keep your life and every moment because Time and tide wait for no one .
ReplyDelete"જીવનની મજા માણતા શીખી લીધી આવતી હરેક ખુશી આખરી સમજી લીધી.