કૃષ્ણ-પ્રેમ
કૃષ્ણ-પ્રેમ
તને પ્રેમ કહું કે કાન્હ, આમ તો બન્ને સમાન,
મસ્તકે શોભે મોરપીંછ, એ તો મારો શ્યામ.
તને સતત પ્રેમમાં નીરખતી, મારી આ બે આંખ,
કાનના કુંડલ થી શોભે, એ તો વ્હાલો નાથ.
તને તન-મન માં માણતી, મારી આખી જાત,
પ્રેમ-શૂર ની મુરલી વગાડે, એ તો મુરલીધર.
તને વન-ઉપવન માં જોતી, મારી આ નજર,
ગાયો ના સંગાથે ફરે , એ તો મારો ગોપાલ.
તને દરેક શ્વાસમાં રાખતી, મારી આ સુવાસ,
રાધા નો અમર પ્રેમી, એ તો મારો કૃષ્ણ.
તને ધમની-ધબકાર માં રાખતો, મારો આ જીવ,
તારી કૃપા માં શોભતી હું તો તારી પ્રેમી-ભક્ત.
- દિશિતા ભટ્ટ
Je “Ghat” ma che te “Pat” ma nathi.
ReplyDelete“Antar Chkshu” no prem etle “Radhe-Krishna”
👌 Superb Poem 👌
🙏🏻 Mahadev 🙏🏻
Ghat ma birajel shyam.nice.
ReplyDeletebhagwad gita chapter 10 and 13
Wow
ReplyDeleteNice lines
Jay shree krishna