અનુભવ ના મકાનમાં

અનુભવના મકાનમાં 

30th October, 2018

ઘણા ઓરડા છે આ અનુભવના મકાનને,
પરંતુ તે જિંદગીના દિવસો થી વધારે હોય શકે? 

ખુલ્લા ઓરડાં પણ એકલો દીઠો ખુદ ને,
પરંતુ બંધમાં શરીર અને શ્વાસ સાથે હોય શકે ? 

બંધ ઓરડાને જોઈ ને એક આશ નવી ફુટે છે,
પરંતુ હવે કેટલી આશ સુખ થી અભડાશે ? 

અનુભવ ના મકાનમાં આંસુ થી વૃક્ષ વવાઇ છે,
પરંતુ તે વૃક્ષ ને ખુશી ના ફૂલ આવી શકે ? 

મકાનમાં બારી નથી બહાર જોવા માટે,
પરંતુ બહારથી લોકો અંદર જોઈ શકે ? 

મકાનના પાયા ને આ બધાં પ્રશ્રો પુછવા છે,
પરંતુ આ મકાનના પાયા જવાબ આપી શકે  ? 

                                - દિશિતા ભટ્ટ 

Comments

  1. કવિતા સમજવા માં અઘરી પરંતુ 'અનુભવ'ની મહત્તા ઉજાગર કરે છે.
    -અભિનંદન

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

First time in the life..

रहगुज़र जिंदगी का

Gift of God